Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈશાન કિશને ત્રીજી વન ડેમાં રચ્યો ઈતિહાસ , ત્રીજી વન ડેમાં ફટકારી બેવડી સદી

ભારતીય ટીમે બાંગ્લાદેશ (IND vs BAN)સામેની વન ડે શ્રેણીની (Series)અંતિમ મેચમાં ધમાલ મચાવી દીધી છે. પ્રથમ બે વન ડે મેચમાં કંગાળ રમત બાદ હવે શ્રેણીની અંતિમ મેચમાં ઈશાન કિશન (Ishan Kishan)અને વિરાટ કોહલીએ (Virat Kohli)તોફાન મચાવી દીધુ છે. ઈશાન કિશને સૌથી ઝડપી બેવડી સદી ફટકારી વિશ્વવિક્રમ નોંધાવી દીધો છે. જ્યારે વિરાટ કોહલીએ પણ શતકીય ઈનીંગ રમી છે. ભારતીય ટીમના નિયમીત કેપ્ટન રોહિત શર્માને ઈજા પહોંચતા આરામ પર જવાà
ઈશાન કિશને ત્રીજી વન ડેમાં રચ્યો ઈતિહાસ   ત્રીજી વન ડેમાં ફટકારી બેવડી સદી
ભારતીય ટીમે બાંગ્લાદેશ (IND vs BAN)સામેની વન ડે શ્રેણીની (Series)અંતિમ મેચમાં ધમાલ મચાવી દીધી છે. પ્રથમ બે વન ડે મેચમાં કંગાળ રમત બાદ હવે શ્રેણીની અંતિમ મેચમાં ઈશાન કિશન (Ishan Kishan)અને વિરાટ કોહલીએ (Virat Kohli)તોફાન મચાવી દીધુ છે. ઈશાન કિશને સૌથી ઝડપી બેવડી સદી ફટકારી વિશ્વવિક્રમ નોંધાવી દીધો છે. જ્યારે વિરાટ કોહલીએ પણ શતકીય ઈનીંગ રમી છે. ભારતીય ટીમના નિયમીત કેપ્ટન રોહિત શર્માને ઈજા પહોંચતા આરામ પર જવાને લઈ ઈશાન કિશનને મોકો મળ્યો હતો. જેનો ફાયદો ઉઠાવી ઈશાને પોતાની પ્રથમ સદીને બેવડી સદીમાં બદલી દીધી હતી.

ઈશાન કિશને ત્રીજી વન ડેમાં રચ્યો ઈતિહાસ 
ઈશાન કિશને બાંગ્લાદેશ સામે ત્રીજી વન ડેમાં ઈતિહાસ રચ્યો છે. 126 બોલમાં 23 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી તેણે બેવડી સદી ફટકારી છે. આ સાથે તે વન ડેમાં ભારત તરફથી બેવડી સદી ફટકારનારો સચિન તેડુંલકર, વિરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા બાદ ચોથો ખેલાડી બન્યો છે. ઈશાન કિશન 210 રન બનાવી આઉટ થયો હતો.  રોહિત શર્મા વન ડેમાં ત્રણ વખત, સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગ એક-એક વખત વન ડેમાં બેવડી સદી મારવાનું પરાક્રમ કરી ચુક્યા છે.
Advertisement

ઈશાન કિશને વોટસનને પણ પાછળ છોડી દીધો 
ઈશાન કિશન અને વિરાટ કોહલીએ મળીને બાંગ્લાદેશી બોલરની જોરદાર ધોલાઈ કરી હતી. ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 210 રન બનાવ્યા હતા. આ રન બાંગ્લાદેશમમાં કોઈ બેટ્સમેનનો વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી મોટો સ્કોર છે. આ પહેલા વોટસને 185 રન બનાવ્યા હતા.


ઈશાન કિશન, કુલદીપને મળ્યો મોકો

બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં આજે મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા, આજની પ્લેઇંગ ઇલેવનમાં ભારતીય ટીમમાં ઓપનર બેટ્સમેન અને વિકેટકીપર ઇશાન કિશનને મોકો આપવામાં આવ્યો છે, જ્યારે બીજા ફેરફાર તરીકે સ્ટાર સ્પીનર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આજે થયેલો આ ફેરફાર ભારત માટે જબરજસ્ત ઈનીંગ લઈને આવ્યો છે
ભારતની પ્લેઇંગ ઇલેવન 
ઇશાન કિશન, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, લોકેશ રાહુલ (કેપ્ટન), વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન

લિટન દાસ (કેપ્ટન), અનામૂલ હક, યાસિર અલી, શાકિબ અલ હસન, મુશ્ફિકૂર રહીમ, મહેમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન, ઇબાદત હૌસેન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝૂર રહેમાન.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.